Vanachhara Blessing

Vanachhara Jain Tirth

એક સુભગ યોગ છે. બાલ્યવસ્થાથી મારા આરાધ્ય શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા અને તે પણ સંયમના 50માં વર્ષની પૂર્ણાહુતિના વર્ષે જ તા. 2/2/1964ના મહાવદ-5ના લાલબાગમાં (મુંબઈ) મારી દીક્ષા થઇ. તા. 2/2/2014ના પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુનો જિનાલયમાં પ્રવેશ છે. આમ, દીક્ષા મહોત્સવ અને પ્રતિષ્ઠા મહોત્સવ જાણે એક જ થઈ જાય છે. જો કે તિથિ પ્રમાણે દીક્ષા મહોત્સવ શ્રી ભરૂચ તીર્થમાં ઉજવાશે. મહાવદ-5ના તા. 20/2/2014, ગુરૂવારના દિને 50 વર્ષ પૂર્ણ થશે.

આવા સુયોગે આપ સહુને જણાવવાનું મન થાય છે કે વિના સંયમ નહીં ઉદ્ધારનું વાક્ય હૃદયમાં કોતરી દો. એક દિવસનું નહીં, પણ એક કલાકનું પણ સંયમ એક અંતમુહૂર્તનું પણ સંયમ મોક્ષ આપવા સાર્થક બને છે. માનવની ગતિ પગ વડે થાય છે, પણ માનવની પ્રગતી તો મનોરથોથી જ થાય છે. હંમેશા ઉચ્ચ-શ્રેષ્ઠ મનોરથો રાખવા. જો મનમાં સંયમનો મનોરથ હશે તો ગમે તેવી પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ સંયમની પ્રાપ્તિ થશે. તેમાંય શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાના એવો પ્રભાવ મનાયો છે કે જે વ્યક્તિ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન જ્યાં મૂળનાયક હોય, ત્યાં કોઈની પણ સાથે વાતચીત કર્યા વગર છ મહિના સુધી અખંડપણે દર્શન કરે, તેનું ઈછિત જરૂર પૂર્ણ થાય છે. આમ, દાદા શ્રી પાર્શ્વનાથ પણ સંયમ પ્રાપ્તિને સુલભ બનાવે. આજે સંયમના 50 વર્ષ થયા છે. પણ, એમ જ લાગી રહ્યું છે કે હજી ગઈકાલે જ દીક્ષા ન થઇ હોઈ?
આ 50 વર્ષનો અનુભવ એમ જ છે કે સંયમ મહાનંદનું સરોવર છે.

વિષયના વિષમ વાયુ અને કષાયોની કાતિલતા જીતવાની તાકાત સંયમના પાલનમાં જ છે. પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં સંયમ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી કોઇપણ એક નિશ્વિત ત્યાગ કરવો જ જોઈએ.

તમને સહુને પણ શીઘ્ર સંયમ મળે…
સંયમ પણ અપ્રમત્તતાથી પાળી શકાય।…
અનુક્રમે ઘાતીકર્મનો ક્ષય કરી કૈવલ્ય પ્રાપ્ત થાય અને
છેવટે અઘાતીકર્મનો પણ વિલય થાય
અંતે, સદા સ્વભાવ સ્થિત થઇ પરમાનંદમાં તન્મય થવાય…એજ પ્રભુ શ્રી ચિંતામણી પાર્શ્વને પ્રાર્થના.
દ: વિજય રાજ્યશસુરી

 

પૂ. ગુરુદેવ રાજ્યશસૂ. મ. સા. નો સંક્ષિપ્ત પરિચય

સંસારી નામ : રમેશભાઈ
માતાનું નામ : સુભદ્રાબેન
પિતાનું નામ : જિનદાસભાઈ
જન્મભૂમિ : નડિયાદ, ગુજરાત
જન્મદિવસ : ચૈત્રવદ – ૧૦, ૭ – ૫ – ૪૫ વિ. સં. ૨૦૦૧
દીક્ષા : વિ. સં. ૨૦૨૦ મહાવદ – ૫, ૨ – ૨ – ૬૪, લાલબાગ મુંબઈ
દીક્ષા ગુરૂ : પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા.
પં. યાસ પદ: વિ. સ. ૨૦૩૮ મહાસુદ – ૧૪, ૭ – ૨ – ૮૨, મદ્રાસ, દાદાવાડી
આચાર્ય પદ: વિ. સ. ૨૦૪૩ પોષવદ – ૧, ૧૬ – ૧ – ૮૭, લબ્ધિનગર, અમદાવાદ
 

Address & Contact Info

Vanachhara Jain Tirth,
Nr. Mobha gaam, At Vanachhara, Ta. Padra, Di. Vadodara - 391430

Phone: +91-90990 14926, +91-99099 94306

Location

Vanachhara Jain Tirth Copyright © 2020 All rights reserved